આર્મેચર એન્ડ મોટર રીવાઈન્ડીંગ (ઇલેક્ટ્રિકલ)
આ વ્યવસાયમાં તાલીમાર્થીઓને ઇલેક્ટ્રિક મોટર, સિલીંગ ફેન, ટેબલ ફેનનું રીવાઈન્ડીંગ, હાઉસ વાયરીંગ, ઇન્ડસ્ટ્રીયલ વાયરીંગ તેમજ ઈલેક્ટ્રીક મશીનને લગતાં રીપેરીંગ કાર્ય શીખવવામાં આવે છે.
કટીંગ એન્ડ ટેલરીંગ (શિવણ)
આ વ્યવસાયમાં તાલીમાર્થીઓને દરજી કામ જેવું કે કાપડનું કટીંગ કરી તેને સીવીને તૈયાર કરી જુદા-જુદા ગારમેન્ટ બનાવવાનું કાર્ય શીખવવામાં આવે છે.
પ્લમ્બીંગ આસિસ્ટન્ટ (પ્લમ્બર)
આ વ્યવસાયમાં તાલીમાર્થીઓને પ્લમ્બીંગ કાર્યો જેવાકે ઘરનું નળ ફીટીંગ, કડીયાકામ તેમજ સેનેટરી ફીટીંગના કાર્ય શીખવવામાં આવે છે.
ટુ વ્હીલર ઓટો રીપેર
આ વ્યવસાયમાં તાલીમાર્થીઓને ટુ વ્હીલર રીપેરીંગ જેવા કે સ્કુટર, મોપેડ, મોટર સાઈકલનું સર્વિસસીંગ, રીપેરીંગ, વોશીંગ તેમજ વાહનનું પંક્ચર બનાવવાનું દરજી બનાવવાનું કાર્ય શીખવવામાં આવે છે.
હેર એન્ડ સ્કીન કેર (બ્યુટી પાર્લર)
આ વ્યવસાયમાં તાલીમાર્થીઓને બ્યુટી પાર્લરના કાર્યો જેવા કે મેકઅપ, બ્લીચીંગ, મહેદી,ફેશિયલ,મેનીક્યોર તેમજ હેર સ્ટાઈલ જેવ કાર્યો શીખવવામાં આવે છે.
ઓફસેટ પ્રિન્ટર
આ વ્યવસાયમાં તાલીમાર્થીઓને પ્રિન્ટીંગ પ્રેસને લગતા દરેક પ્રકારના કાર્યો શીખવવામાં આવે છે. જેવાંકે જાહેરાતનું છાપકામ, સ્ટેશનરી પ્રિન્ટીંગ, કંકોત્રી વગેરે પ્રિન્ટીંગ કરવાનું કાર્ય શીખવવામાં આવે છે.
ડી.ટી.પી ( કોમ્પ્યુટર )
આ વ્યવસાયમાં તાલીમાર્થીઓને કોમ્પ્યુટરને લગતાં જોબવર્ક, ઓફસેટ પ્રિન્ટીંગ માસ્ટર, બટર વગેરે બનાવવાનું કાર્ય શીખવવામાં આવે છે.