કુમાર છાત્રાલય
કન્યા છાત્રાલય
હરિદ્વાર ના ગાયત્રી પરીવાર શાંતી કુંજ ખાતે લેવાયલી ભારતીય સંષ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્યના ૬ જિલ્લા ના ૯ બાળકો મા મોડાસા નો મુખ-બધિર વિધ્યાર્થી રૂદ્ર પ્રભુદાસ પ્રથમ આવ્યો.
અંધ કલ્યાન કેન્દ્ર રાણિપ અમદાવાદ ધ્વારા લાયન્સ ક્લબ સોસાયટી ના પ્રમુખ લા. ડૉ. ટી. બી. પટેલ ને છેલ્લા ૩૫ વર્ષ થી અવિરથ દિવ્યાંગ કલ્યાન ક્ષેત્રે વિશીષ્ઠ કામગિરી માટે એવોર્ડ થી સંમાનીત કરાયા.
સંસ્થાના ૨૦૦ જેટલા મુખ બધિર દિવ્યાંગ દિકરા-દિકરીયો ને સમાજ ના શ્રેષ્ઠ દાતાશ્રીયો ધ્વારા તિથી ભોજન.
મહંતશ્રી ધનગીરી મહારાજ (દેવરાજધામ) દેવરાજ મંદિર તરફથી શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના શુભ દિને સંસ્થાના દિવ્યાંગ બાળકોને દેવરાજધામ દર્શન સાથે મિષ્ઠભોજન આપવામાં આવ્યું.
ફાયર ટીમ અરવલ્લી જિલ્લાની ટીમ દ્વારા સંસ્થા ખાતે આવી દિવ્યાંગ બાળકોને ફાયર સેફ્ટી અંગેની સંપૂર્ણ પ્રેક્ટીકલ ટ્રેનિંગ આપવામાં આવી.
આઝાદી કા અમૃત મહોત્સવ "મેરી મિટ્ટી મેરા દેશ".
૧૫ ઓગષ્ટ સ્વાતંત્ર દિન. પ્રજાસતાક દિન.
ગોપાલ સ્નેક્સ પ્રા.લિ રહિયોલ પ્લાન્ટ ખાતે " ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ " નુ આયોજન કરવામાં આવ્યું.
લાયન્સ આઈ.ટી.આઈ ના દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે ON JOB TRAINING PROGRAM નું આયોજન વિવિધ ટ્રેન્ડમાં કરવામાં આવ્યું.
બહેરા-મૂંગા શાળાના દિવ્યાંગ બાળકોને એટલાન્ટા થીએટર માં મૂવી જોવા માટે લઈ ગયા, શ્રી પ્રિયંકભાઈ પટેલ તથા શ્રી અજયભાઈ પટેલ તરફથી વ્યવસ્થા કરવામાં આવી.
ઈફ્કો કલોલ યુનિટ દ્વારા સંસ્થાને ફુલ્લી ઓટોમેટિક રોટી મેકર મશીન (જેની કિમંત રૂ. ૨ લાખ છે) ની ભેટ અર્પણ કરવામાં આવી. ઈફ્કો કલોલ યુનિટ શ્રી પિરમલભાઈ પટેલ તથા શ્રી અમિતભાઈ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિમાં રોટીમેકર મશીન સંસ્થાને અર્પણ કરવામાં આવી.
લાયન્સ આઈ.ટી.આઈ ના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ જેઓ પોતાના ધંધા , રોજગાર , નોકરી મારફતે પોતાના પરિવારજનો નુ ગુજરાન ચલાવી રહ્યા છે તેવા તેજસ્વી દિવ્યાંગ તાલીમાર્થીઓને માન. ભીખુસિંહજી પરમાર (માન. રાજ્યકક્ષા મંત્રીશ્રી અન્ન , નાગરિક પુરવઠો અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય) ના વરદ હસ્તે પ્રશસ્થિ પત્ર આપી સન્માનિત કરાયા,આ શુભ પ્રસંગે લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા માન. મંત્રીશ્રી ની સાકરતુલા કરી બહુમાન આપવામાં આવ્યું.
Drawing Competition
શાળા પ્રવેસ ઉત્સવ